Wed. Sep 18th, 2024

પાટણ : એક જ જ્ઞાતિના વ્યક્તિઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો પોલીસનો પ્રાથમિક અહેવાલ, બાબુ દેસાઈ નામના યુવકનું મોત

પાટણ : પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આજે ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજ યુવકો પર છરીથી હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

બનાવની પ્રાથમિક વિગતો મુજબ હારીજ એપીએમસી પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ આવી અને બે યુવકો પર ગોળીઓ છોડી હતી. લોકો ફાયરિંગના પગલે નાસભાગ મચાવી હતી. જોતજોતામાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હારીજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સો ધસી આવી અને પહેલાં છરીના ઘા ઝીંક્યા હતા ત્યારબાત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે ઈજાગ્રસ્ત યુવકને રીફર કરવામાં આવ્યો છે હૉસ્પિટલની મુલાકાત લીધી છે અને હુમલાખોરોની ભાળ મેળવવાની શરૂ કરી છે. આ મામલે પ્રાથમિક રીતે એક જ જ્ઞાતિના યુવકો વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની આશંકા છે.

Related Post

Verified by MonsterInsights