Sun. Oct 13th, 2024

પાટણ / ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા, ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ

પાટણ : પાટણના ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. MLA કીરીટ પટેલના જન્મદિવસને લઇને વિવાદ છેડાયો છે.

MLAના સમર્થકોએ જન્મદિવસ નિમિતે બેનેરો લગાવ્યા હતા. જેને ઉતારવા માટે ચીફ ઓફિસર આવ્યા હતા. જેને લઈને CO પાંચાભાઇ માળી અને કોંગ્રેસ MLA કીરીટ પટેલના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મામલો એટલો વધ્યો હતો કે પોલીસને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું.

કોઈ પણ જાતની પરવાનગી વગરના MLA કિરીટ પટેલના બેનર લગાવી દેતા બબાલ થઈ હતી. શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં MLAના સમર્થકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

 

Related Post

Verified by MonsterInsights