સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર, દાંતા અને વડગામમાં ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના ઘણા ભાગોમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર, દાંતા અને વડગામમાં ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો.
પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી બે અઢી કલાક સુધી વરસાદ પડ્યો હતો. પાલનપુરના બ્રાહ્મણવાસ, હરિપુરા, માફતપુરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. વરસાદના પગલે લોકો ઘરોમાંથી ઘૂસ્તા પાણી બચાવવા વહેલી સવારથી બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
જો કે, મોસમના પહેલા વરસાદમાં પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીનું પોલ ખુલી ગયું છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં સૌથી વધુ 97 મીમી, વડગામમાં 65 મીમી અને દાંતામાં 23 મીમી વરસાદ નોંધાયો હતો.