Wed. Sep 18th, 2024

પોતાના રાજ્યમાં રસીકરણ અભિયાનને વેગ આપવા આ સરકાર હવે આ કામ કરશે…

દેશમાં રસીકરણ અભિયાનને વેગ આપવા સરકાર હવે ડ્રોન દ્વારા વેક્સિનની ડિલીવરી કરવાનાં પ્રયાસોમાં લાગી છે, દેશમાં ડ્રોનનાં ઉપયોગ સંદર્ભે તેલંગાણા સરકારનાં પ્રસ્તાવને DGCA મંજુરી આપી દીધી છે, તેલંગાણા સરકાર આ મહિનાનાં અંત સુધીમાં ડ્રોન દ્વારા વેક્સિનની ડિલીવરી શરૂ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ ખાસ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આગામી એક વર્ષ માટે વેક્સિન ડિલિવરીની મંજુરી આપી દીધી છે, જો કે આ મંજુરી આપતા પહેલા એ શરત રાખવામાં આવી છે કે ડ્રોન જમીનથી 400 ફૂટની ઉંચાઇ સુધી જ ઉડી શકશે, તથા ફ્લાઇટ ટાઇમનાં 15 ટકા જેટલી એનર્જી રિઝર્વ રાખવામાં આવે.

ઝડપી અને સુરક્ષીત વેક્સિન ડિલીવરી માટે તેલંગાણા સરકાર સિંગલ પોઇન્ટ કોઓર્ડિનેટર બનાવશે જે શમશાદાબાદ એટીસીમાં તૈનાત રહેશે. જ્યાં સુધી ટ્રાયલ સંબંધી ડ્રોનની આ ફ્લાઇટ ચાલતી રહેશે ત્યાં સુધી તે એટીસીની સાથે સારૂ કોઓર્ડિનેશન કરતું રહેશે. ડ્રોનથી વેક્સિનની ડિલિવરીને મંજુરી આપવા પાછળનો સરકારનો હેતું એ છે તેથી મેન પાવર ઘટશે અને ઝડપી સુવીધાઓ આપી શકાશે.

Related Post

Verified by MonsterInsights