Wed. Sep 18th, 2024

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લાગ્યો ઝટકો, સુશાંતની ફિલ્મ chhichhoreની એક્ટ્રેસ કોરોના સામેનો જંગ હારી ગઈ

દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ છીછોરે (chhichhore)ની કો-સ્ટાર રહી ચુકેલી અભિલાષા પાટીલનું કોરોનાના કારણે નિધન થયું છે.

અભિલાષાના મોતથી ફરી એકવાર મરાઠી અને બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રીના ચાહકો અને નજીકના લોકો તેને યાદ કરીને સોશિયલ મીડિયા પર નિષ્ઠાવાન શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અહેવાલ મુજબ અભિલાષા પાટિલ વારાણસીમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જો કે, તે ત્યાંથી મુંબઇ પરત ફરતી વખતે તેણે કોવિડ – 19થી સંક્રમિત થઇ હતી.પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા બાદ તેને ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આ અભિનેત્રી શરૂઆતમાં સ્વસ્થ હતી અને સારવાર લઈ રહી હતી, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મંગળવારે તેની તબિયત થોડીક ખરાબ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે અભિલાષા પાટિલ મરાઠી સિનેમાનું એક જાણીતું નામ હતું. તે ‘તે અથ દિવાસ’, ‘બાયકો દીતા કા બાયકો’, ‘પરવાસ’ અને ‘તુઝા માળા ઓરેંજ મેરેજ’ જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિલાષા પાટિલ ‘છિછોરે’ ફિલ્મ પહેલા વરુણ ધવન-આલિયા ભટ્ટની ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ’ અને ‘મલાલ’ માં જોવા મળી હતી. બોલિવૂડ ઉપરાંત તેણે ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હજારો લોકો આ મહામારીને કારણે જીવ ગુમાવી રહ્યા છે. કોરોના મહામારીની સૌથી વધુ અસર મનોરંજન ઉદ્યોગને પડી છે. આ વચ્ચે સુશાંતની ફિલ્મ chhichhoreની એક્ટ્રેસ કોરોના સામેનો જંગ હારી ગઈ છે.

Related Post

Verified by MonsterInsights