હાલમાં દેશ વિદેશમાં પ્રવાસ જવા માટે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ અથવા તો RTPCR નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. અત્યાર સુધી Covid 19 વેક્સિનેશન સર્ટીને ડાઉનલોડ કરવા માટેના 2 વિકલ્પો હતા. આરોગ્ય સેતુ એપપરથી અથવા તો CoWIN પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાતુ હતુ. પરંતુ હવે સરકારે દરેક લોકો માટે વેક્સિન સર્ટિફીકેટ ડાઉનલોડ કરવાનું સરળ બનાવ્યું છે.
હવે તમે MyGov Coro ના હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોક્સમાંથી પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમારા માટે વોટ્સએપ દ્વારા COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ લઈને આવ્યા છીએ.
1. MyGov Corona Helpdesk વોટ્સએપ નંબર (+91 9013151515)ને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરો.
2. હવે વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરો.
3. ચેટ લીસ્ટમાં કોન્ટેક્ટ સર્ચ કરો.
4. ચેટ ઓપન કરો.
5. આપેલી જગ્યાએ Download certificate ટાઈપ કરો.
6. હવે તમારા રજીસ્ટર નંબર પર 6 આંકડાનો OTP આવશે.
7. ઓટીપી નાંખો.
8. હવે વોટ્સએપ પર તમારુ વેક્સિનેશન સર્ટિફીકેટ આવી જશે, જેને હવે તમે ડાઉનલોડ કરી શકો છો.