અફઘાનમાં તાલીબાનોના ‘શાસન’ સામે એક તરફ વિશ્વમાં ચિંતાની સ્થિતિ બની રહી છે તે વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને એક મુલાકાતમાં મોટુ નિવેદન આપતા જણાવ્યું હતું કે જરૂર પડે બ્રિટન આગામી દિવસોમાં તાલીબાન સાથે પણ કામ કરવા તૈયાર છે અને અફઘાન સમસ્યા પર અમારી ચિંતા ચાલુ રહેશે અને બહું જલ્દી કોઈ હલ નીકળી આવશે તેવી આશા છે.
અફઘાનમા તાલીબાન શાસનને માન્યતા આપવાના ચીન તથા રશિયાના સંકેત બાદ પશ્ર્ચિમી દેશોમાં બ્રિટન એવો પ્રથમ દેશ છે જેણે તાલીબાનો સાથે કામ કરવાની પણ તૈયારી દર્શાવી છે. બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોન્સને કહ્યું કે હવે કાબુલ એરપોર્ટ પર સ્થિતિ સુધરી રહી છે. અમો એ છેલ્લા કેટલાક દિવસમાં રોજ 1000 લોકોને સરેરાશ બહાર લાવ્યા છે અને અમારી સાથે કામ કરનાર અનેક અફઘાનીને પણ અમો સલામત કરવા માંગીએ છીએ.