મૂળે, બ્રિટેને ઘોષણા કરી દીધી છે કે આગામી 17 મેથી કોરોના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે. એ જણાવવું જરૂરી છે કે બ્રિટન થોડા મહિનાઓ દરમિયાન યૂકે વેરિયન્ટના કારણે ગંભીર રીતે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું હતું. બ્રિટનમાં પહેલી લહેર દરમિયાન પણ કોરોનાનો પ્રભાવ ખૂબ મજબૂત હતો પરંતુ સામાન્ય કોરોના વાયરસથી 70 ગણો વધુ સંક્રામક યૂકે વેરિયન્ટે બ્રિટનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દીધો હતો. બ્રિટન હવે આ સમયમાંથી બહાર આવી રહ્યું છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર ના પ્રકોપના કારણે લોકો શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉપરાંત માનસિક રીતે પણ ખૂબ નિરાશ છે. ઓક્સિજનની અછત અને જરૂરી દવાઓ ન મળવાના કારણે પણ લોકો ખૂબ પરેશાન છે. પરંતુ હવે કેટલાક આશાજનક સમાચાર પણ સામે આવવાના શરૂ થયા છે. જેમ કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર માં કેસ ઓછા થઈ રહ્યા છે. આવી જ રીતે મધ્ય પ્રદેશ અને દિલ્હી માં કેસો ઘટી રહ્યા છે. આ રાજ્યોમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. સોમવારે બ્રિટન પણ આવા જ સમાચાર આવ્યા જેમાં આશાની કિરણ જોવા મળી રહી છે.
ડેઇલી મેલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ખૂબ ભાવનાત્મક હેડિંટ આપવામાં આવ્યું છે. રિપોર્ટનું હેડિંગ કહે છે કે 17 મેથી બ્રિટનવાસી પોતાના સગા-સંબંધીઓ અને નજીકના લોકોને ભેટી શકશે. લોકો બાર અને પબ જઈ શકશે. હોલિડે ઉજવી શકશે. કોઈ નિકટતમના દુઃખનો હિસ્સો બનવા માટે તેમના પ્રિયજનની અંતિમ યાત્રામાં સામેલ થઈ શકશે. સિનેમા, હોટલ, સંગ્રહાલય ફરી એક વાર ખુલશે. જોકે પ્રતિબંધોમાં છુટ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. બ્રિટિશ સરકાર 21 જૂન સુધી લૉકડાઉન ખતમ કરવાની તૈયારીમાં છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના સંબોધનમાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિયન્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેને મોનિટર કરવાની જરૂર છે. હાલમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં ભારતમાં જન્મેલા કોરોના વાયરસને વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે લિસ્ટ કર્યું છે. ચીફ મેડિકલ ઓફિસર ઓફ ઈંગ્લેન્ડ પ્રોફેસર ક્રિસ વિટીનું કહેવું છે કે ઈન્ડિયન વેરિયન્ટના ત્રણ ટાઇપ યૂકેમાં ઉપસ્થિત છે.
જેમાંથી એકનું સંક્રમણ દેશના કેટલાક હિસ્સામાં ઝડપથી વધતું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતાવાળા આ ઈન્ડિયન વેરિયન્ટ સબટાઇપ B.1.617.2ના સપ્તાહની અંદર 500 કેસ સામે આવતા તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યો છે. આ કેટગરીમાં પહેલાથી જ સાઉથ આફ્રિકન અને બ્રાઝિલિયન વેરિયન્ટ રાખવામાં આવ્યા છે.