કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે એક વીડિયો કોન્ફરન દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં અધ્યક્ષત રહ્યા હતા. તેમણે આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે વાત કરી અને કહ્યું કે, જીએસટીમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, દેશમાં બનેલી વેક્સિન પર 5 ટકા જીએસટી ટેક્સ લગાવામાં આવ્યો છે.
નાણાં મંત્રી કહ્યું કે, બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિફંગલ ડ્રગ Amphotericin પર કોઈ જીએસટી લાગશે નહીં. આ સિવાય જીએસટી કાઉન્સિલે રિમડેસિવીર ડ્રગ પરના જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. Tocilizumab કોઈ કરને આકર્ષિત કરશે નહીં.
સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર 75 ટકા રસી ખરીદી રહી છે અને તેના પર જીએસટી પણ આપી રહી છે. સરકારી હોસ્પિટલોમાં લોકોને 75 ટકા રસી લોકોને વિના મૂલ્યે આપવામાં આવી રહી છે, તેની જનતા પર કોઈ અસર નહીં પડે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ અને તાપમાન ચકાસણી ઉપકરણો પરનો જીએસટી ઘટાડીને 5 ટકા અને એમ્બ્યુલન્સ પર 12 ટકા કરી દેવામાં આવ્યો છે. આ દર સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. જીઓએમએ ઓગસ્ટ સુધીમાં તેમાં ઘટાડો કરવાની ભલામણ કરી હતી.