પંજાબના માનસાના એક ભંગારીએ ભારતીય એરફોર્સના ભંગાર થઇ ગયેલા 6 હેલિકૉપ્ટર ખરીદી લીધા હતા.જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હેલિકૉપ્ટરનું વજન 10 ટન છે જેને બોલી લગાવીને નીલામી કરવામાં આવી હતી છે.
આમાંના એક હેલિકોપ્ટરને મુંબઇની એક પાર્ટીએ ખરીદ્યો છે જ્યારે 2 હેલિકોપ્ટર લુધિયાણામાં એક માલિકે ખરીદ્યા છે અને બાકીના ત્રણ હેલિકોપ્ટર માનસામાં ઉભા છે જે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પંજાબમાં મીઠ્ઠું કબાડી ભંગાર રાખવા માટે જાણીતો છે. ભારતીય વાયુસેના માંથી ભંગારમાં હેલિકૉપ્ટર ખરીદીને જયારે આ કબાડી ત્રણ હેલિકૉપ્ટર લઈને માનસા પહોંચ્યો તો તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ફોટા લેવા માટે આખું શહેર હેલિકૉપ્ટરની અંદર અને બહાર ઉભા રહીને ફોટા પડાવવા માટે આવવા લાગ્યું. આર્મીના હેલિકૉપ્ટર સાથે ફોટો પડાવીને જ્યાં એક તરફ શહેરના લોકો તો ખુશ થયા હતા. સાથે કબાડી પણ ખુશ થયો હતો.
હેલિકોપ્ટર શહેરમાં મનોરંજનનું એક સાધન બની ગયું છે, તો કબાડી પરિવાર માટે એક આકર્ષક સોદો પણ બની ગયું છે. કારણ કે આ હેલિકોપ્ટર હોટલ અને પર્યટન સ્થળોએ પાર્ક કરીને લોકોને ત્યાં આકર્ષિત કરવામાં આવી રહ્યા છે.