Wed. Sep 18th, 2024

ભારતમાં મળ્યો કોરોનાનો વધુ એક વેરિએન્ટ , 7 દિવસમાં સતત ઘટવા લાગે છે વજન

ભારતમાં કોરોનાના વધુ એક નવા વેરિએન્ટ મળી આવ્યો છે. આ વાયરસથી માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટવા લાગે છે. કોરોનાનો આ વેરિએન્ટ સૌથી પહેલા બ્રાઝિલમાંથી મળી આવ્યો હતો પરંતુ ત્યાંથી માત્ર એક જ વેરિએન્ટ ભારત આવ્યો હોવાની પૃષ્ટિ થઈ હતી. ત્યારે હવે વૈજ્ઞાનિકોએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે બ્રાઝિલથી 1 નહીં પણ 2 વેરિએન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ તેજ છે.

સીરિયાઈ હૈમસ્ટર (એક પ્રજાતિના ઉંદર) પર કરવામાં આવેલા પરીક્ષણના પરિણામ પ્રમાણે સંક્રમિત થયાના 7 જ દિવસમાં આ વેરિએન્ટની ઓળખ થઈ શકે છે. આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે.

પુણે ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ડૉ. પ્રજ્ઞા યાદવે જણાવ્યું કે, B.1.1.28.2 વેરિએન્ટ બહારથી આવેલા 2 લોકોમાંથી મળી આવ્યો હતો. તેના જીનોમ સિક્વન્સિંગ બાદ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું જેથી તેની અસર અંગે જાણ થઈ શકે. હજુ સુધી ભારતમાં તેના વધુ કેસ નથી નોંધાયા. જ્યારે ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તે એન્ટીબોડીનું સ્તર ઘટાડે છે જેથી ફરી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. અભ્યાસ પ્રમાણે જ્યારે 2 લોકોમાં આ વેરિએન્ટ મળી આવ્યો ત્યારે તેમનામાં કોઈ લક્ષણો નહોતા જણાઈ રહ્યા પરંતુ જ્યારે તે વેરિએન્ટથી સીરિયાઈ હૈમસ્ટરને સંક્રમિત કરવામાં આવ્યા તો ગંભીરતાની જાણ થઈ.

Related Post

Verified by MonsterInsights