બેલ્જિયમની યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો છે કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે. એની તબાહીથી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો એ સ્ટ્રેઈન બહુ જ ઝડપથી પ્રસરે છે અને હાહાકાર મચાવે છે. તે બ્રિટિશ વેરિએન્ટ જેવો જ છે, પણ વધારે ઘાતકી છે.બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કોરોનાનો સૌથી ઘાતક મ્યુટેન્ટ ભારતમાં મોજુદ છે. એમાંથી ઉભરતા વર્ષો વીતે તેવી શક્યતા છે. આ વેરિએન્ટ ખૂબ જ ઘાતકી છે અને તે ઝડપભેર ફેલાયને હાહાકાર મચાવે છે.
અગાઉ આ જ વિજ્ઞાાનીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ મ્યુટેન્ટ સૌથી ખતરનાક છે. એ વખતે ઘણાં અમેરિકી-બ્રિટિશ વિજ્ઞાાનિકોએ તેમની વાતને ઉડાવી દીધી હતી, પરંતુ સમય જતાં એ સાચુ સાબિત થયું હતું. પ્રોફેસર ટોમે કહ્યું હતું કે ભારતમાં જે ખતરનાક સ્ટ્રેઈન છે એ બ્રિટિશ સ્ટ્રેઈન સાથે ઘણી સામ્યતા ધરાવે છે, છતાં ભારતમાં મળી આવતો આ સ્ટ્રેઈન વધારે ખતરનાક છે.તેમણે ઉમેર્યું હતું કે રાજકીય પાર્ટીઓની રેલીઓ, ભીડમાં સાવધાની ન રાખવાનું વલણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલનમાં સરકારી તંત્રની ઉદાસીનતા ભારતમાં કોરોનાના આ હાહાકાર પાછળ જવાબદાર પરિબળ છે.
ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસ્મીન અલી હકે જણાવ્યુાં હતું કે ભારતમાં અત્યારે જે સ્થિતિ છે તેમાંથી નીકળતા વર્ષો લાગી જશે. આની અસર દેશને વર્ષો પાછળ ધકેલી દેશે.સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતમાં વર્તમાન પોઝિટિવિટી રેટ ૧૯ ટકા છે, જે અગાઉ યુરોપ-અમેરિકામાં હતો. તેનો અર્થ એ કે ભારતમાં સંક્રમણની પેટર્ન બિલકુલ એવી જ છે, જેવી અગાઉ યુરોપ-અમેરિકામાં હતી. જો ભારત એ જ પદ્ધતિથી કામ કરે તો બે-ત્રણ મહિનામાં કાબૂ મેળવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતોએ કહ્યું હતું કે વેક્સિનેશન જ ભારતને આ ખતરનાક સ્ટ્રેઈનમાંથી રાહત અપાવશે. જેટલું ઝડપી બને એટલું ઝડપી વેક્સિનેશન કરવાની જરૂર છે.