દેશમાં કોરોના વાયરસની બીજી લહર (Coronavirus Second Wave)ની અસર ગ્રામ્ય વિસ્તારો (Rural India)માં પણ વધુ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ (Covid 19 in India)ના વધુ કેસ સામે આવવાની સાથે જ મોતનો સિલસિલો પણ ચાલુ છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગામોમાં ફેલાઈ (Corona in Rural India) રહેલા કોરોના સંક્રમણને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. લોકોની કોરોના તપાસથી લઈને તેમની સારવાર અને વેક્સીનેશન સુધી અગત્યના પગલા ભરવામાં આવ્યા છે.

નવી ગાઇડલાઇન્સ :

 • ગ્રામ્ય વિસ્તારોમાં ILI (INFLUNZA LIKE ILNESS) અને SARI (SEVERE RESPIRATORY INFECTION)ના દર્દીઓની સારવાર પર ભાર, આશા વર્કર અને વિલેજ હેલ્થ સેનિટાઇઝેશન એન્ડ ન્યૂટ્રિશન કમિટીની મદદથી ધ્યાન રાખવામાં આવશે.
 • કોરોના સંદિગ્ધ દર્દીનો રેપિડ એન્ટીજન કે આરટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે.
 • કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની મદદથી લક્ષણવાળા દર્દીઓને ટેલી કન્સલ્ટેશન પૂરી પાડવામાં આવશે.
 • ગંભીર બીમારીથી પીડાતા અને લો સેચુરેશનવાળા દર્દીઓને સારવાર માટે સારા કેન્દ્ર મોકલવામાં આવશે.
 • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશા વર્કરને રેપિડ એન્ટિજન ટેસ્ટિંગની તાલીમ આપવામાં આવશે.
 • ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન સેચુરેશનને આંકવા માટે પલ્સ ઓક્સીમીટર અને થર્મોમીટરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.
 • આઇસોલેશન અને ક્વૉરન્ટિનમાં દર્દીઓના ફોલોઅપ માટે ફ્રન્ટલાઇન વર્કર, સ્વયંસેવક, શિક્ષકો ઘરે-ઘરે જશે.
 • આ બધાને હોમ આઇસોલેશન કિટ પૂરી પાડવામાં આવશે.

 • હોમ આઇસોલેશનમાં દર્દીને જો શ્વાસની તકલીફ હોય, ઓક્સિજન 94 ટકાથી નીચે હોય, છાતીમાં દુખાવો હોય તો તે લોકો ડૉક્ટરનો સંપર્ક કરે.
 • ઓક્સિજન સેચુરેશન 94 ટકાથી નીચે હોય તો ઓક્સિજન બેડ આપવામાં આવે.
 • હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીઓનું 10 દિવસમાં આઇસોલેશન ખતમ થઈ જશે અને લક્ષણ વગરના દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ હોય અને સતત 3 દિવસ તાવ ન આવે તો 10 દિવસમાં હોમ આઇસોલેશન ખતમ થઈ જશે.
 • ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર માઇલ્ડ અને લક્ષણ વગરના દર્દીઓ માટે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરઘ મોડરેટ કેસ માટે અને ગંભીર કેસવાળા દર્દીઓ માટે ડેડિકેટેડ કોવિડ હૉસ્પિટલ સારવારની જરૂરિયાત.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page