Sun. Oct 13th, 2024

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર જાડેજાનું રવિવારે કોરોનાના કારણે નિધન થયું હતું. તેમના નિધનને કારણે આખું ભારતીય ક્રિકેટ જગત આઘાતમાં

આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આ રોગચાળાએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા કોરોનાથી જીવનની લડત હારી ગયો છે. તેમના મૃત્યુથી ભારતીય ક્રિકેટ જગત ચોંકી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોવિડ -19 ના ચેપને કારણે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ રવિવારે આ માહિતી આપી. જાડેજા 66 વર્ષના હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાડેજાના આકસ્મિત નિધનથી એસોસિએશન દુ:ખની લાગણી વ્યક્ત કરે છે. તેઓ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટરોમાના શાનદાર ખેલાડી હતા. કોરોનાની લડાઈ લડતા લડતા તેમનું નિધન થયું છે. જાડેજા રાઇટ આર્મ પેસ બૉલર હતા. ઉપરાંત તોઓ સારા ઑલરાઉન્ડર પણ હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50, અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશ: 134 અને 14 વિકેટો લીધી હતી. જ્યારે બંને ફોર્મેટમાં તેમણે 1536 અને 104 રન પણ બનાવ્યા હતા.

કોચ અને મેનેજર પણ હતા

જાડેજા બીસીસીઆઈના રેફરી પણ હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર,કૉચ, અને ટીમ મેનેજર પણ રહી ચુક્યા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્રના અનેક યુવાન ક્રિકેટરો પણ આઘાતમાં આવી ગયા છે કારણ કે તેમણે નવી પેઢીના કેટલાક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે રાજેન્દ્રસિંહ જાડેજાનું સ્તર, શૈલી, નૈતિકતા અને ક્ષમતા શાનદાર હતી. ક્રિકેટ માટે તેમનું સમપર્ણ અને યોગદાન કાયમ યાદ રાખવામાં આવશે. એસસીએના પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે તેમનું નિધન ક્રિકેટ વિશ્વ માટે નુકસાન છે. હું જેટલા લોકોને મળ્યો તેમાના એક ઉમદા માણસ હતા. હું ભાગ્યશાળી હતો કે તેમના કોચિંગ અને મુખ્ય સિલેક્ટર રહેતા હું મેચ રમ્યો હતો.

Related Post

Verified by MonsterInsights