કોરોના મહામારીમાં પણ કેટલાક નફટ લોકો પોતાની વિકૃત માનસિકતામાંથી બહાર આવતા નથી. ભોપાલ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ એક મહિલા કોરોના દર્દી સાથે વોર્ડ બોયે બળાત્કાર કર્યો હોવાની ચકચાકી ઘટના સામે આવી છે. બળાત્કાર બાદ મહિલાની તબિયત લથડતાં તેને વેન્ટિલેટર પર શિટ કરવી પડી હતી. બીજા જ દિવસે પીડિત મહિલાનું મોત થયું હતું. મહિલાના પરિવારજનો પહેલા ઘટનાથી અજાણ હતા અને તેઓ આને કુદરતી મૃત્યુ સમજી રહ્યા હતા. જો કે નિધન અગાઉ પીડિત મહિલાએ હોસ્પિટલમાં તૈનાત એક નર્સને સમગ્ર વાતથી વાકેફ કરી હતી.
આ ઘટના ૬ એપ્રિલની છે અને પોલીસે આ કેસમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ પોલીસે બળાત્કારની ઘટના અંગે મૃતક મહિલાના પરિવારને જાણ કરી નહતી અને આરોપી વોર્ડબોયને જેલમાં ધકેલી દીધો હતો. થોડા દિવસો અગાઉ નસિગની એક વિધાર્થીનિએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દી પર ચેકઅપના બહાને વોર્ડબોયે રેપ કર્યેા હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને આ માહિતી આપી હતી. હવે પ્રશ્ને એ ઉઠી રહ્યો છે કે, પોલીસ અને હોસ્પિટલ તંત્રએ શા માટે મૃતક મહિલાના પરિવારને રેપની જાળકારી આપી નહતી.