Wed. Dec 4th, 2024

મહત્વનો નિર્ણય / શિક્ષણ બોર્ડ નવા સત્ર પહેલા ધો. 9-10-12ના વિદ્યાર્થીઓની યોજાશે નિદાન કસોટી

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજવામાં આવશે.આગામી સમયમાં બોર્ડ દ્વારા ધોરણ 9, 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવશે.

નિદાન કસોટી બાદ 13 થી 14 જુલાઈ સુધીમાં દરેક શાળાઓએ ઉતરવહી બોર્ડને પરત કરવાની રહેશે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરવામાં આવશે.
જેમાં, ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવાં મુખ્ય વિષયોની નિદાન કસોટી લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ભૌતિક અને રસાયણ વિજ્ઞાનની નિદાન કસોટી યોજવામાં આવશે.ઉપરાંત, ધોરણ12નાં સામન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ સમાજ શાસ્ત્ર, ભુગોળ અને આંકડાશાસ્ત્રની નિદાન કસોટી આપવાની રહેશે.

બોર્ડ દ્વારા 10 થી 12 જુલાઈ દરમિયાન આ નિદાન પરીક્ષા યોજવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્ર શાળાઓને આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ નિદાન કસોટી વિદ્યાર્થીઓએ ઘરેથી આપવાની રહેશે.

બોર્ડ દ્વારા સાતમી જુલાઈએ DEO અને કન્વીનરોને મેઈલ દ્વારા પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. ત્યારબાદ DEO મારફતે દરેક શહેરોની શાળાઓને પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. ઉપરાંત www.gseb.org વેબસાઈટ દ્વારા પણ શાળાઓ પ્રશ્નપત્રો મેળવી શકશે.

વાલીઓનું કહેવું છે કે,” બાળકોની ઘરેથી પરીક્ષા લેવામાં આવે તેની જગ્યાએ શાળામાં પરીક્ષા લેવાય તો બાળકોએ છેલ્લા બે વર્ષમાં શીખેલ આભ્યાસનું યોગ્ય મુલ્યાંકન થઈ શકે.”

 

Related Post

Verified by MonsterInsights