Sat. Nov 2nd, 2024

મોટોભાગના લોકોને શેરબજારમાં થતી કમાણી પર ટેક્સ વિશે જાણકારી નથી હોતી, ક્યારે ટેક્સ ચૂકવવાનો રહે અને ક્યારે ટેક્સની બચત કરી શકાય અહીં તેની જાણકારી આપવામાં આવી છે

કોરોનાકાળમાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. મોટોભાગના લોકોને શેરબજારમાં થતી કમાણી પર ટેક્સ વિશે જાણકારી નથી હોતી. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થતા ફાયદા પર ટેક્સ લાગે છે.ફાયદા (લાંબા ગાળે કે પછી ટૂંકા ગાળા)ના આધાર પર લાગતો ટેક્સ અને તેનો દર બદલાઈ જાય છે. ક્યારે ટેક્સ ચૂકવવાનો રહે છે અને ક્યારે ટેક્સની બચત કરી શકાય અહીં તેની જાણકારી આપવામાં આવી છે.

મ્યુચ્યુઅલ ફંડ

ઈક્વિટી ફંડ

એક વર્ષ પહેલા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (એવા ફંડ જેનો 60% ભાગ ઈક્વિટી છે)ની યૂનિટ વેચવાથી જે નફો થાય છે, તેના પર 15% શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને 4% સેસ લાગે છે. જો એક વર્ષ કરતા વધુ સમય સુધી રોકાણ કરવામાં આવે તો 10% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને 4% સેસ લાગે છે. જો નફો એક લાખ કરતા ઓછો હોય, તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ લાગતો નથી.

ડીડીટી

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફથી આપવામાં આવેલ ડિવિડન્ડ રોકાણકાર પાસે કરમુક્ત હોય છે, પરંતુ એએમી 11.648ના દરથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ની ચૂકવણી કરે છે.

ડેટ ફંડ

ડેટ ફંડમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન માટે ન્યૂનતમ હોલ્ડિંગ્સ અવધિ 3 વર્ષની છે. રોકાણ કરવાના ત્રણ વર્ષ સુધી યૂનિટ વેચવાથી જે નફો થાય છે તે આવકમાં જોડાઈ જાય છે. રોકાણકારના ટેક્સ સ્લેબ અનુસાર આયકર લાગે છે. રોકાણ કરવાના ત્રણ વર્ષ બાદ યૂનિટ વેચવાથી જે નફો થાય છે તેના પર ઈંડેક્સેશન સાથે 20% ટેક્સ લાગે છે. અહીં પણ તમને જે નુકસાન થાય છે તેને 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો અને કોઈપણ આવક સાથે એડજસ્ટ કરી શકો છો. ડેટ ફંડમાં ફંડ હાઉસ રોકાણકારોને ડિવિડન્ડ વેચતા પહેલા 29.120% દર સાથે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની ચૂકવણી કરે છે.

ડ્રે ટ્રેડિંગ

જો તમે કોઈ દિવસ ડિલીવરી નથી લેતા અને આજે જ લઈને તેને આજે જ વેચો છો તો તેને સ્પેક્યુલેટિવ બિઝનેસ ઈન્કમ કહેવામાં આવે છે. તમારા નોર્મલ ટેક્સ સ્લેબમાં, તે સ્પેક્યુલેટિવ બિઝનેસ ઈન્કમના રૂપે ઉમેરાઈ જશે. જો તમને નુકસાન થયું છે તો તમે 4 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. સ્પેક્યુલેટિવ ઈન્કમનું નુકસાન સ્પેક્યુલેટિવ ઈન્કમથી જ સેટઓફ થઈ જશે.

શેર બજાર

ટૂંકા ગાળાની મૂડી પરનો ફાયદો

જો તમે 12 મહિનાની અંદર શેર વેચીને નફાની કમાણી કરો છો તો તેને ટૂંકાગાળાની મૂડી પરનો ફાયદો કહેવામાં આવે છે. તેના પર તમારે 15% ટેક્સ ચૂકવવાનો રહેશે. જો તમે નુકસાન સાથે શેર વેચો છો તો આગામી 8 વર્ષની અંદર તમે તે નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકો છો.

લાંબા ગાળાની મૂડી પરનો ફાયદો

જો તમે 12 મહિના બાદ શેરને વેચીને નફાની કમાણી કરો છો તો તેને લાંબાગાળાની મૂડી પરનો ફાયદો કહેવામાં આવે છે. જો તમારો નફો 1 લાખ કરતા વધુ હોય તો તેના પર તમારે 10% ટેક્સ ચૂકવવાનો રહેશે. જો તમે નુકસાન સાથે શેર વેચો છો તો આગામી 8 વર્ષની અંદર તમે તે નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકો છો. તમારે આ વાત ધ્યાનમાં રાખવાની છે કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનથી સેટઓફ થઈ જશે.

Related Post

Verified by MonsterInsights