યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સિનિયર સલાહકારે કહ્યું છે કે Corona ના સંકટને પહોંચી વળવા ભારતને મદદ કરવા માટે યુએસ સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મંત્રાલયના દક્ષિણ અને સેન્ટ્રલ એશિયન અફેર્સ બ્યુરોના વરિષ્ઠ સલાહકાર એરવિન મસિન્ગાએ જણાવ્યું હતું કે ઓક્સિજન કોન્સેન્ટર્સ, એન 95 માસ્ક, ઝડપી સ્ક્રિનિંગ માટે કિટ્સ અને દવાઓ સહિત છ વસ્તુઓ હવાઈ માર્ગે ભારત મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે આશરે 100 કરોડ ડોલરની સહાય આપી છે. તેમજ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમના અધિકારીઓને ભારતને દરેક શક્ય રીતે મદદ કરવા સૂચના આપી છે.
ડિજિટલ મીટિંગ દરમિયાન કહ્યું કે Corona પર ભારત-અમેરિકા દ્વિપક્ષીય સહયોગ માત્ર આપણા બંને દેશોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નથી. આ Corona વિરુદ્ધ વૈશ્વિક પ્રતિસાદની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.
ભારતના આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને યુ.એસ.ના આરોગ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે. હાલ દેશમાં કોરોનાના કેસ ભારતમાં સતત વધી રહી છે. આ દરમ્યાન યુ.એસ.એ ભારતને કોવિડ -19 સામેની જંગમાં સહકાર અને મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશોના આરોગ્ય મંત્રીઓએ ભારતમાં કોવિડ -19 ના વર્તમાન વધતા જતા કેસોની ચર્ચા કરી હતી.
શુક્રવારે યુ.એસ.ના આરોગ્ય પ્રધાન જેવિઅર બેસેરા અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન વચ્ચે એક સત્તાવાર નિવેદન મુજબ બંને મંત્રીઓએ ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોની ચર્ચા કરી હતી અને આ સંકટ સમયે ભારત ને અમેરિકાના મજબુત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.