જો યુવકે આત્મહત્યા કરી તો નગ્ન અવસ્થામાં મૃતદેહ કેવી રીતે હોઈ શકે? યુવકની ઓળખ કરવા માટે પોલીસને હાથ લાગી મહત્ત્વની કડી
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં સતત બીજા અઠવાડિયે રેલવેના પાટા પાસે થી યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભગવતીપરા નજીક આવેલા ખોડિયાર પરા શેરી નંબર 1 પાસે આવેલા જુના રેલ્વેના પૂલ નીચે નગ્ન હાલતમાં કોઈ વ્યક્તિ ની લાશ પડી હોવાની માહિતી સવારના સાડા છ વાગ્યા આસપાસ બી ડિવિઝન પોલીસને મળી હતી.
જે બાબતની જાણ થતા તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા યુવાનને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા યુવાન પુલ પરથી નીચે પટકાયો હોવાથી પુલ નીચે રહેલા પથ્થરો સાથે તેનું માથું ટકરાતા ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હોવાનું લાગી રહ્યું છે.
બીજી તરફ ઘટના સ્થળ પર પહોંચેલી બી ડિવિઝન પોલીસના જવાનોએ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડયો હતો. મૃતકની ઓળખના કોઈ પુરાવા ન મળતા પોલીસે હાલ મૃતકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.
તો સાથે જ બનાવ અકસ્માતનો છે કે પછી આપઘાતનો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પુલ પરથી પટકાયેલા અજાણ્યા યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેની ઓળખ મેળવવા તેના શરીર પર કોઈ ઓળખના પુરાવા છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ત્યારે મૃતક ના ગુપ્તાંગ પર થી તે મુસ્લિમ હોવાનું જણાઇ આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં મૃતક યુવાનની હત્યા નીપજવવામા આવી છે કે પછી તેને કોઈ કારણોસર આપઘાત કર્યો છે તે જોવું અતી મહત્વનું બની રહેશે.