રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

By Jantanews360 Team Sep7,2021

સરકાર આ મહામારીને નાગરીકોને મદદ રૂપ થવા ઘણી યોજનાઓ બનાવી છે, જેમાં રાશન સુવિધા, ખેડૂતોને તેમેજ ગરીબોને જન જન યોજનામાં લાભ, વિધવાઓને સહાય તેમજ સબસીડી જેવી ઘણી રીતે લોકોને ઉપયોગી કાર્ય કર્યા છે.

આ માટે તાજેતરમાં જ સરકાર દ્વારા સરકારી નોકરીયાત માટે આ લાભ થાય તે માટેની માટેની જાહેરાત કરી છે. જેમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.  જે કેન્દ્ર સરકાર તરફથી આ  માહામાંરીમાં અધિકારીઓ અને કર્મચારીઓને મોંઘવારીમાં મદદ રૂપ થવા માટે આ વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારના આ નિયમને પગલે ગુજરાત સરકારે પણ સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલાની સરખામણીએ હ્બે મોંઘવારી ભથ્થું 28 ટકા જેટલું આપવામાં આવશે. જે પહેલા 17 ટકા જેટલું હતું. ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ એક -પત્રકાર પરીષદમાં આ બાબતની જાહેરાત કરી છે.

આ સહાય  રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને આ લાભ આપવામાં આવશે. જે સરકારે હવે 17 ટકામાંથી વધારો કરીને 28 ટકા જેટલું કરી દીધું છે. સરકારે કરેલું જાહેરાત અનુસાર હવે આ મોંઘવારી ભથ્થું આ સપ્ટેમ્બર મહીનાનાં પગારથી જ મળવાનું શરુ થઇ જશે.

હાલમાં કેન્દ્ર સરકારના અધિકારીઓન આ લાભ મળવાની શરૂઆત થઇ ગઈ છે. જેનો અમલ પણ શરૂ થઇ ગયો છે. જે સરકારના અધિકારીઓને આ લાભ મળે છે જે હવે ગુજરાત સરકારના અધિકારીઓને આપવાની જાહેરાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા અધીકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પેન્શનરોને જે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે, જેનો લાભ હવે સરકાર દ્વારા વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સરકારે  17 ટકા આ મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું, જ હવે તેમાં સરકાર દ્વારા વધારી દેવાની જાહેરાત કરી છે, જેથી આવતા મહિનાના પગારની સાથે જ 28 જેટલું મોંઘવારી ભથ્થું થઇ જશે.

આ બાબતને લઈને ગુજરાત સરકાર સરકારના નાણા વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકારના મુખ્ય મંત્રી દ્વારા પણ આ મંજુરી આપી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ રીતે હવે કેન્દ્ર સરકારની માફક મોંઘવારી ભથ્થું આપશે, જેથી હવે ગુજરાત સરકારના કર્મચારીઓને આ લાભ મળી રહેશે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights