બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. લેખકનું માનવું છે કે ડાયરી અને પત્રોથી ભારતના વિભાજન અને એડવિનાના સંબંધોને લઈને અનેક પ્રકારના રહસ્ય ખુલી શકે છે. તેથી બ્રિટિશ સરકાર તેને સાર્વજનિક નથી કરી રહી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે લોર્ડ માઉન્ટબેટનની ડાયરી અને એડવિનાના કેટલાક પત્રોને 2010માં દેશ માટે સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા. તેને સાઉથહેમ્પટન યુનિવર્સિટીએ પ્રાપ્ત કરીને પોતાના આર્કાઇવમાં રાખ્યા છે.
2017માં માઉન્ટબેટન પર પુસ્તક લખનારા લેખક લોવની આ વર્ષથી જ આ ડાયરી અને પત્રોને મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. માહિતીની સ્વતંત્રતા (FOI) હેઠળ અપીલ અને માહિતી કમિશ્નર કચેરી તરફથી તેને સાર્વજનિક કરવાના આદેશ હોવા છતાં તેમને સફળતા નથી મળી.
બ્રિટનની સરકાર એ ફરી એક વાર ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટન અને તેમની પત્ની એડવિના માઉન્ટબેટન ની ડાયરીઓ અને પત્રોને સાર્વજનિક કરવાનો ઇન્કાર કરી દીધો છે. બ્રિટિશ લેખક એન્ડ્રયૂ લોવની ચાર વર્ષથી તેને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અઢી લાખ પાઉન્ડ ખર્ચ કરી ચૂક્યા છે. પરંતુ ફરી એક વાર તેમને નિષ્ફળતા હાથ લાગી છે. બ્રિટિશ કેબિનેટ અને સાઉથહેમ્પટન યુનિવર્સિટી એ તેમની અપીલને ફગાવી દીધી છે.
યુનિવર્સિટીનું કહેવું છે કે સરકારે આદેશ આપ્યો છે કે તેમના આદેશ વગર આ પેપર્સને સાર્વજનિક ન કરવામાં આવે. લોવનીનું કહેવું છે કે તેમનાં ચોક્કસપણે ખૂબ રસપ્રદ છે. તેમનું માનવું છે કે આ દસ્તાવેજ શાહી પરિવાર અને ભારતના વિભાજનને લઈ અનેક રહસ્ય ખોલી શકે છે.