Thu. Sep 19th, 2024

વડોદરામાં ચાલુ વરસાદે એક્ટિવા ચાલક ભૂવામાં પડ્યો,જુઓ વિડીયો

ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ અનેક જગ્યાએ ભૂવા પડ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સાથે આ ભુવામાં વાહનો પણ ખાબકી રહ્યા છે. જેને લઈ પ્રિ-મોન્સુનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક એક્ટવા ચાલક ચાલુ વરસાદમાં રોડ પરથી પસાર થઈ રહ્યો છે તે દરમિયાન પાણી ભરાયેલા એક ભૂવામાં એક્ટિવા સાથે પડી જાય છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને લોકો પ્રિ-મોન્સુનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની બેદરકારીને પગલે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે ?

બીજી બાજુ કોંગ્રેસે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા વિકાસ ખાડામાં ગયો હોવાનું જણાવ્યું છે. આ અંગે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ ટીખળ કરતા કહ્યું કે, રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights