Mon. Nov 11th, 2024

વાપીની ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ.દાફડા લાંચ લેતા ઝડપાયા

વાપીની ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ.દાફડા લાંચ લેતા ઝડપાયા છે. વલસાડ ACB ની ટીમે રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પીએસઆઇ કક્ષાના અધિકારી લાંચ પ્રકરણમાં ભેરવાતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

પીએસઆઇ દાફડાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 4 લાખ અગાઉ લઈ લીધા હતાં. જ્યારે બાકીની 1 લાખની રકમ સ્વીકારતા ACB એ ઝડપી લીધા હતા. એક મિત્રએ ફરિયાદીની મેડીકલ એજન્સીના નામે ખોટા લેટર પેડ અને ખોટી સહીઓ કરીને વીસ લાખની માંગણી કરી હતી.

ત્યારબાદ ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ફરિયાદીએ વાપી પોલીસ અરજી કરી હતી. જો કે પીએસઆઈ FIR દાખલ કરવાના અવેજ પેટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

Related Post

Verified by MonsterInsights