Fri. Oct 4th, 2024

વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા માટે યોજના શરુ,સરકાર સાથે વેક્સીન સર્ટિફિકેટ શેર કરનારાને 5000નુ ઈનામ જીતવાની તક

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા માટે સરકારે હવે નવા પ્રકારની યોજના શરુ કરી છે.સોશિયલ મીડિયા થકી તો લોકોને અપીલ કરવામાં આવી જ રહી છે પણ તેની સાથે સાથે એક સ્પર્ધા પણ પણ સરકારે શરુ કરી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તેમાં જીતનારા વ્યક્તિને 5000 રુપિયાનુ ઈનામ આપવામાં આવશે. આમ તો સરકારે એપ્રિલમાં જ આ કોન્ટેસ્ટ શરુ કરી હતી પણ તેના પર બહુ ઓછા લોકોનુ ધ્યાન ગયુ હોવાથી તેને ફરી એક વખત પ્રમોટ કરવામાં આવી રહી છે.

આ સ્પર્ધામાં રસી મુકાવનારા લોકો ભાગ લઈ શકશે.રસી લેનારે પોતાનુ વેક્સિનેશન સર્ટિફિકેટ શરકાર સાથે શેર કરવાનુ રહેશે તથા જે જાણકારી માંગી હશે તે આપવાની રહેશે.એ પછી સરકાર દ્વારા દર મહિને 10 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે. આવા દરેક વ્યક્તિને 5000 રુપિયાનુ ઈનામન અપાશે. માયગવર્મેન્ટ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.દેશમાં કોરોનાના સંક્રમણ વચ્ચે જોકે બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે પણ ત્રીજી લહેર આવી શકે છે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. આવા સંજોગોમાં મહત્તમ લોકો વેક્સીન લે તે જરુરી છે.સરકાર દ્વારા જાહેર થયેલી આ સ્પર્ધા વચ્ચે સવાલ એ પણ છે કે, રસીના ડોઝ આસાનીથી ઉપલબ્ધ નથી અને લોકોને રજિસ્ટ્રેશન કરવામાં પણ તકલીફ પડી રહી છે.

Related Post

Verified by MonsterInsights