શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, શૈક્ષણિક વર્ષ 2021-22 થી CBSE શાળાઓમાં બે નવા કોર્સ શરૂ કરશે

0 minutes, 1 second Read

નિશંકે કહ્યુ કે, નવી શિક્ષણ નીતિ હેઠળ અમે તે વચન આપ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સને પણ સામેલ કરવામાં આવશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) શૈક્ષણિક સત્ર 2021-22 થી પોતાની શાળાઓમાં કોડિંગ અને ડેટા સાયન્સના કોર્સ શરૂ કરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.
નિશંકે કહ્યુ કે, નવી શિક્ષણ નીતિ હેઠળ અમે તે વચન આપ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સને પણ સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું- મને ખુશી છે કે સીબીએસઈ સત્ર 2021થી આ વચનને પૂરુ કરવા જઈ રહ્યું છે. માઇક્રોસોફ્ટના સહયોગથી સીબીએસઈ ભારતની ભાવી પેઢીઓને નવા જમાનાનું કૌશલ્ય શીખવાડી સશક્ત બનાવી રહ્યું છે.

સીબીએસઈ સંબંધિત શાળાઓને આ સંબંધમાં જારી દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોડિંગને ધોરણ 6થી 8 સુધીમાં 12 કલાકના સ્કિલ મોડ્યૂલ તરીકે સામેલ કરવામાં આવશે. તેનાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક ક્ષમતા પણ વધશે તથા તે કૃત્રિમ બુદ્ધમતા વિશે જાણી શકશે.

બોર્ડે કહ્યું કે, ડેટા સાયન્સ વિષયને ધોરણ-8માં 12 કલાકના સ્કિલ મોડ્યૂલ તરીકે સામેલ કરવામાં આવશે અને ધોરણ 11-12માં તેને કૌશલ્ય (સ્કિલ) વિષય તરીકે સામેલ કરવામાં આવશે.

એસઇએ જણાવ્યું હતું કે ડેટા સાયન્સનો વિષય વિદ્યાર્થીઓને સમસ્યાનું નિરાકરણ અને ડેટા સંગ્રહ અને સંગ્રહ વિશે માહિતી મળશે અને તેને તે જાણકારી મળશે કે તેનું વિશ્લેષણ કરી કઈ રીતે નિર્ણય કરવામાં આવે છે.

બોર્ડનું કહેવું છે કે જે સ્કૂલ 11માં ધોરણમાં સ્કિલ વિષય તરીકે આ વિષયોને સામેલ કરવા માટે અરજી કરશે, તેણે કોઈ ફી ચુકવવાની નથી. માઇક્રોસોફ્ટની મદદથી બન્ને વિષયોની અભ્યાસ સામગ્રી અને પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights