Wed. Dec 4th, 2024

સમગ્ર દેશમાં જેમ્સ એન્ડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે એક રાહતના સમાચાર મળ્યા

કોરોના કાળમાં ભલભલા ઉદ્યોગો ભાંગી પડ્યા છે. તેને ફરી બેઠા કરવા માટે વેપારીઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં જો ટેક્સ વધારવામાં આવે તો ઉદ્યોગોને મોટી અશર થઈ શકે તેમ છે. આવામાં યુનાઈટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટીવે ચાલુ વર્ષે એપ્રિલમાં ભારતથી અમેરિકા એરપોર્ટ થતી જેમ્સ એન્ડ જ્વેલરીની 17 વસ્તુઓ પર ૨૫ ટકા ડિજિટલ સર્વિસ ટેક્ષ વસૂલનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયને લઈને ક્યાંકને ક્યાંક હીરાના વેપારીઓમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. 25 ટકા સુધીની ટેક્સ વસૂલવાની જાહેરાતના પગલે સુરત મુંબઇ સહિતના શહેરોમાં કાર્યરત જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની ચિંતા વ્યક્ત કરી હતી. જેથી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને હીરા જ્વેલરી ઉદ્યોગકારોએ ઓનલાઈન પિટીશન કરી હતી. જેને પગલે અમેરિકાએ સુરત મુંબઇ સહિત ભારતથી યુએસ જતી 17 વસ્તુઓ પર પણ નાંખેલો 25% નો ટેક્સ 180 દિવસ માટે પરત ખેંચી લીધો છે.

કોરોના મહામારી વચ્ચે લગાવ્યો હતો ટેક્સ

સમગ્ર દેશમાં જેમ્સ એન્ડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે એક રાહતના સમાચાર મળ્યા છે. ખાસ કરીને એપ્રિલ માસમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી તે દરમિયાન અમેરિકા દ્વારા સ્ટોન, સિન્થેટિક હીરા, ચાંદીની જ્વેલરી, સોનાના નેકલેસ, ડાયમંડ સહિતની 17 જેટલી વસ્તુઓ પર 25 ટકા ટેક્સ નાંખવામાં આવ્યો હતો. જેને કારણે હીરા ઉદ્યોગકારોમાં ભારે નારાજગી અને ચિંતાનું મોજુ જોવા મળ્યું હતું.

ઓનલાઈન પિટીશન બાદ અમેરિકાએ ટેક્સનો નિર્ણય પાછો લીધો

આ ટેક્સના કારણે સુરત મુંબઇ સહિત ભારતના વેપારીઓએ 56 બિલિયન ડોલરનું નુકસાન અને મોટી અસરની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આ નિર્ણય પરત ખેંચવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સહિતની સંસ્થાઓ દ્વારા યુએસટીઆરમાં ઓનલાઈન પિટીશન કરવામાં આવી હતી. જેમાં જીજેઈપીસી સહિત ટ્રેડ સંસ્થાઓ ઓનલાઈન હિયરીગમાં હાજર હતું. જ્યાં બંન્ને પક્ષોની દલીલોને ગ્રાહ્ય રાખી આ ટેક્સ પર છ મહિના સુધી સ્ટે રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Related Post

Verified by MonsterInsights