સરકાર ની તમામ ગાઇડલાઈન ના પાલન સાથે ભાવનગર માં આગામી 12 જુલાઈને સોમવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે

0 minutes, 0 seconds Read

ભાવનગર : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને હજુ એક માસ કરતા વધુ સમય બાકી છે, ત્યારે સરકાર ની તમામ ગાઇડલાઈન ના પાલન સાથે ભાવનગર માં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળે એ માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સમગ્ર ગુજરાત માં 2જા નંબરની ભાવનગર ખાતે નીકળનારી અને સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજ ના જગન્નાથજી રથયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે, આગામી 12 જુલાઈને સોમવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે.
ગત વર્ષ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોનાકાળના કારણે ગુજરાતમાં એકપણ રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ પરંપરા નિભાવવા તમામ ધ્વજારોહણ, સ્નાન, નેત્ર અને ભોગ વિધિ જેવી ધાર્મિક વિધિઓ મંદિર પરિસરમાં જ પૂર્ણ કરવામાં આવી હતી.

સરકારી ગાઇડલાઇન મુજબ થશે આયોજન

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને હજુ એક માસ કરતા વધુ સમય બાકી છે, ત્યારે સરકાર ની તમામ ગાઇડલાઈન ના પાલન સાથે ભાવનગર માં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળે એ માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા રથયાત્રા નીકળે એ પૂર્વજ કોરોના મહામારી નું સમન થઈ જાય અને લોકો ને પ્રભુ દર્શન માટે મુક્તિ મળે એવા આશાવાદ સાથે રથયાત્રા ના આયોજન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રતિકરૂપે ભગવાન જગન્નાથજી ના રથને માત્ર સંતો મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં ભાવનગ ના મહારાજા વિજયરાજસિહજીના હસ્તે પહિંદ વિધિ બાદ ભોઈ સમાજના યુવકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. તેમજ સાંજ સુધી લોકોના દર્શનાર્થે રથને મંદિર પરિસરમાં જ રાખવામાં આવ્યો હતો.

કોરોના હળવો પડતાં નીકળશે રથયાત્રા

ગુજરાત માં હાલ કોરોના મહામારી ની બીજી લહેર માં કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા મોટાભાગના ધંધા રોજગારને મુક્તિ આપવામાં આવી છે, બીજી બાજુ લોકો પ્રભુ દર્શન કરી શકે એ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો પણ ધીમે ધીમે ખુલી રહ્યા છે, ત્યારે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે એ માટે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights