કોરોનના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા સવારે 9થી બપોરના 3 વાગ્યા સૂધી દુકાનો ખોલવાની છૂટ આપી છે. સંસ્કારીનગરી વડોદરામાં જાણે કોરોના જતો રહ્યો હોઈ તેમ ભીડના દ્વશ્યો જોવા મળ્યા હતા. રવિવારે બજારોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી , અહીંના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવ મળ્યા હતા.
સોશિયલ ડિસ્ટનસ તો શહેરીજનો ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. શહેરના મંગલબજારમાં.આવેલી દુકાનોમાં.ભારે ભીડ જોવા મળી હતી. અહીં કોઈ તહેવાર દરમીયાન જે પ્રકારની ભીડ હોય છે, તેવાં દ્રશ્યો નજરે પડ્યા હતા.
શહેરના ન્યાય મંદિર, એમજી રોડ અને રાવપુરા સહિતના વિસ્તારોમાં ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના વકરે ત્યારે જવાબદાર નાગરિકો આ માટે સરકાર ને જવાબદાર ગણાવીએ છે તો સૂ આપણી ફરજ નથી કે બિન જરૂરી બહાર ના નીકળીએ.