Wed. Sep 18th, 2024

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ કેદ થયો વીડિયો જોકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જોકે આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માણકી જવેલર્સ નામની દુકાનમાં પણ મહિલાઓ ખરીદી કરવાના બહાને આવી હતી અને એક પછી એક વસ્તુ જોવાનો પ્રયાસ કરી રહી હતી.
ત્યાં તો ત્રણમાંથી એક મહિલા નજર ચૂકવીને ચેનની ચોરી કરી અને પાકીટમાં મુક્તિ સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે ત્યારબાદ દુકાન માલિકે આ મામલે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં સાથે દોડી જઇ આ મામલે ફરિયાદ આપી અને સીસીટીવી આપ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા જેને લઈને કોઈ વ્યક્તિ જો મહિલાને ઓળખે તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે.

જોકે, દુકાન માલિક આ મહિલાઓને વસ્તુ બતાવામાં રહેતા એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને ક્યારેય સોનાની ચેન તફડાવી પાકીટમાં મૂકી હતી અને મહિલાઓ થોડી જ મિનિટમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જોકે મહિલાઓ આવ્યા બાદ ઘણો લાંબો સમય દુકાનમાં બેસી કોઈ પણ ખરીદી ન કરતા માલિકને અજુગતું લાગતા તેણે દુકાનમાં સી.સી.ટી.વી ચેક કર્યા હતા.

આ સાથે આ મહિલાઓ જે રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે તેના સીસીટીવી વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જોકે પોલીસે આ મહિલાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના ઝવેરીઓએ આવી ઠગ મહિલાઓથી ચેતવાની આવશ્યકતા છે. આ પ્રકારની એમ.ઓ. દ્વારા અગાઉ પણ ચોરી થઈ હોવાની ઘટનાઓ સામે આવી છે.

Related Post

Verified by MonsterInsights