પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની નજીક જતા વાહનચાલકોના ખિસ્સા પરનો ભાર વધ્યો છે. આ કારણોસર, નાગરિકો હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા તરફ વળ્યા છે. બીજી તરફ, હવે તેના પેટ્રોલ ડીઝલના વાહનો વેચવા કાઢવાનો વારો આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવા સ્તરોને પાર કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ઇલેક્ટ્રિક બેટરી કારનો ક્રેઝ વધી ગયો છે.
રાજ્ય સરકારે 22 જૂને ઇલેક્ટ્રિક વાહનો માટેની વિશેષ પોલીસી જાહેર કરવામાં આવી છે. બાઇક પર રૂ .20,000, થ્રી વ્હીલ પર રૂ .50,000 અને ફોર વ્હીલ પર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી હતી.
આ પછી, લોકોમાં હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ઉત્સાહ જોવા મળ્યો છે. આ જાહેરાત પછીથી ઇ-કારનું વેચાણ બમણું થયું છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક કાર પણ બે થી ત્રણ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું છે.