Wed. Sep 18th, 2024

સુરત: 13 વર્ષના કિશોરનો બાલ્કનીમાં લટકતો મૃતદેહ મળ્યો

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષનો કિશોર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ (Post mortem report)માં યુવકના મોતનું કારણ ફાંસો ખાવાથી થયાનું ખુલ્યું છે. હવે 13 વર્ષનો બાળક શા માટે આપઘાત કરી લે એ પણ સવાલ છે. બીજું કે જે કિશોરે આપઘાત (Suicide) કરી લીધો છે તે સોશિયલ મીડિયા (Social) પર સ્ટન્ટ અને ડાન્સના વીડિયો (Stunt and dance video) બનાવીને અપલોડ કરતો હતો. પરિવારનું કહેવું છે કે તેમના દીકરાએ છેલ્લા એક વર્ષમાં સોશિયલ મીડિયા પર આવા 500 વીડિયો પોસ્ટ કર્યાં હતા. આથી અહીં એ પણ સવાલ ઉઠ્યો છે કે કિશોરે આપઘાત કરી લીધો છે કે પછી સ્ટન્ટ કરવા જતાં ભૂલથી ગળેફાંસો લાગી જતાં તેનો જીવ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સરથાણામાં રહેતો અને સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના મીતનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ તેના ઘરની જ બાલ્કનીમાંથી મળી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મીત સતત મોબાઇલ પર વીડિયો બનાવતો હોવાથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો. મીતના પિતા અશ્વિનભાઈ વીરડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની છે. તેઓ સરથાણાની માનસરોવર સોસાયટી ખાતે પરિવાર સાથે રહે છે. અશ્વિનભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાંથી મીતની ઉંમર 13 વર્ષ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મીતને ડાન્સ, સ્ટન્ટ અને ગીત ગાવાનો ખૂબ શોખ હતો. મીતના પિતા એમ્બ્રોઈડરનું ખાતું ધરાવતા હોવાની માહિતી મળી છે.

Related Post

Verified by MonsterInsights