સેવાના ભેખધારી
ચંદુભાઈ રામાણી
વ્યક્તિ પદથી નહિ પણ પદ વ્યક્તિથી ઓળખાવવું જોઈએ. આ શબ્દો અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના છે.
અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણીના પતિ ચંદુભાઈ (સંજય) રામાણી અમરેલી શહેરમાં ATS (Any Time Seva) બની કોરોના મહામારીમાં લોકોને મદદ કરી રહ્યા છે. એ કહેવામાં જરાપણ અતિશ્યોક્તિ નહિ થાય કે નગરપાલિકાના સર્વોચ્ય પદે પહોંચ્યા પછી પણ આવી સેવા કરવાનું ઝનૂન અને હિંમત માત્ર ચંદુભાઈ જેવા જ સેવકોમાં હોય છે.
રાત્રીના અઢી વાગ્યા હોય કે વહેલી સવારના પાંચ ચંદુભાઈ લોકોની મદદ કરવા માટે તૈયાર હોય છે. સામન્ય રીતે પદ સાથે અભિમાનનું પોટલું સાથે આવતું હોય છે પણ ચંદુભાઇની નમ્રતા અને આદરભાવ એવોને એવો એકબંધ છે.
કોરોના નામ સાંભળીને લોહીનો સગો પણ અંતર રાખવા લાગે છે એવી સ્થિતિમાં આ બંદો દર્દીનો હાથ પકડી આશ્વાસન આપે છે અને તેની સારવાર કરવા માટે જે મદદ થઈ શકે તે કરે છે. પટેલ વિદ્યાર્થી આશ્રમ ખાતે સહકાર અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા દર્દીઓ માટે કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેની દેખરેખ ચંદુભાઈ રાખે છે. સિલિન્ડરની વ્યવસ્થા કરવી, દર્દીના બેડ સુધી પહોંચાડવા, ફલો મીટર, ડોકટર, નર્સિંગ સ્ટાફ સાથે સંકલન કરી દર્દીની પૂરતી સેવા કરે છે.
ચંદુભાઈની હિંમત અને કામ કરવાની શક્તિને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આ સેવાયજ્ઞમાં ડેની રામાણી, જીગ્નેશ કાબરિયા, હરી કાબરિયા સહિત યુવા ટીમ તેમની મદદે છે.
રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
જિલ્લા બ્યુરો ચીફ જનતા ન્યૂઝ અમરેલી* .