સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાનહમાં મોરખલ પાસે ફલાંડી ગામમાં રહેતો એક યુવકને સ્વાદ અને સુગંધ ન આવતા કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો પરિવાર યુવકને ડોક્ટરની પાસે લઈ જવાને બદલે સારવાર માટે એક ભૂવા પાસે લઈ ગયો હતો. ભૂવાએ દર્દીના ડામ મૂકતા યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિક ડોક્ટરે જણાવ્યું કે, લોકોએ જાગૃત થવાની જરૂર છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાના લક્ષણો જણાતાં પરિવાર યુવકને હોસ્પિટલ કે ડોક્ટર પાસે લઈ જવાને બદલે એક ભૂવા પાસે લઈ ગયા હતા. આ દરમિયાન ભૂવાએ દર્દીની જીભ અને કપાળ પર ડામ મૂક્યા હતા અને આખરે દર્દીનું સારવાર વગર જ મોત થઈ ગયું હતું. હજી પણ લોકો તબીબી સારવાર લેવાની જગ્યાએ દર્દીને ભૂવા પાસે લઈ જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.