Thu. Apr 25th, 2024

હવે ગ્રાહક પોતાના પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે મંગાવી શકશે LPG Cylinder, જાણે સરકારે નિયમમાં શું કર્યો બદલાવ

By Shubham Agrawal Jun12,2021

LPG સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું નામ ડિજિટલ LPG પોર્ટેબિલિટી છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.

સરકારની આ યોજના પ્રથમ તબક્કામાં ચંદીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પૂણે અને રાંચીમાં શરૂ થશે, ધીરે ધીરે તે અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.

વિતરકોમાં હરીફાઈથી સેવાની ગુણવત્તા વધશે

ગ્રાહકો LPG રિફિલ ડિલિવરી મેળવવા માટે તેમના ક્ષેત્ર માટે જારી યાદીમાંથી કોઈપણ વિતરકની પસંદગી કરી શકે છે. આ સેવા માત્ર ગ્રાહકોને સરળતા નહીં પરંતુ વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને તેમની પાસેથી સારા રેટિંગ્સ મેળવવા માટે વિતરકોમાં હરીફાઈની ભાવનાનો વિકાસ કરશે.

ઓનલાઇન પેમેન્ટ થશે

LPG ગ્રાહકો UMANG એપ્લિકેશન અથવા ભારત બિલ પે સિસ્ટમ દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights