તમારા ઘરની નજદીકના રસી કેન્દ્ર અંગેની માહિતી હવે વોટ્સએપ પરથી મળશે. તમારે સત્તાવાર કોરોના હેલ્પડેસ્ક ચેટબૉટના નંબર પર ‘નમસ્તે’ સંદેશ સાથે એરિયા પિન કોડ આપવો પડશે. આ પછી, તમને તમારા ઘરની નજદીકના રસીકરણ કેન્દ્ર વિશેની માહિતી મળશે. હવે પિન કોડ દાખલ કરીને, લોગ ઇન કર્યા વિના, કોવિન પોર્ટલ પર કેન્દ્રોની સૂચિ મળી શકે છે.