જો બાળકો કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમિત થાય છે, તો તેમના માતા-પિતા તેમની યોગ્ય રીતે કાળજી લઈ શકશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે નાના બાળકોના માતા-પિતાને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવાનો નિર્ણય લીધો છે
કોરોના વાયરસની ત્રીજી લહેરના ડરને કારણે મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માતા-પિતાને વેક્સીનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની સંભાવનાના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની ત્રીજી લહેરનો ભય
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે કહ્યું કે જો બાળકો કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમિત થાય છે, તો તેમના માતા-પિતા તેમની યોગ્ય રીતે કાળજી લઈ શકશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે નાના બાળકોના માતા-પિતાને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવાનો નિર્ણય લીધો છે.
બાળકોને કોરોનાથી આ રીતે બચાવશે
તેમણે કહ્યું કે, અમે કોરોનાની બીજી લહેર ઉપર નિયંત્રણ મેળવી લીધું છે. આશંકા છે કે ત્રીજી લહેર પણ આવી શકે છે, આ માટે અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાળકો ત્રીજી લહેરમાં સંક્રમિત થઈ શકે છે, તેથી અમે ઘણી જગ્યાએ બાળકો માટે વોર્ડ બનાવવાનું શરૂ કર્યું છે.
અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા
આ ઉપરાંત સીએમ શિવરાજે કહ્યું કે, મધ્યપ્રદેશના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જાય છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે વિદેશ જતા પહેલા તેઓને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવામાં આવશે.