જે લોકો વેક્સિન નહોતા લેતા એમને પ્રોત્સાહન આપવા AMC એ લકડી ડ્રોનું આયોજન કર્યું હતું. જેમાં વેક્સિન લે તેમને લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. આખરે રવિવારે આ રીતે જેણે જેણે વેક્સિન લીધી હતી તેમાંથી કેટલાકના નસીબ આજે ચમક્યા છે.

જી હા વેક્સિન લેનાર લોકોને આજે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે લગભગ 39 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. જેમાંથી આ યોજના હેઠળ 25 લકી વિજેતાઓના નસીબ ચમક્યા છે.

આ લકી ડ્રોમાં આ લોકોને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન અપાયા છે. આમ પાલિકા દ્વારા અલગ અલગ યોજના અને પ્રયત્નો થકી હાલમાં શહેરમાં 99.5 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.


તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા મનપાએ અનેક યોજના હાથ ધરી છે. આ માટે ઘણા પ્રતિબંધ પણ લગાવાયા છે. જેમાં વેક્સિન વગર જાહેર સ્થળો તેમજ ઘણા ખાનગી સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ છે.

આ સાથે જ મનપાએ ઘરે વેકસિન આપવાની કામગીરી પણ શરૂ કરી છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી. તેમજ અમુક વિસ્તારમાં વેક્સિન સાથે એક લિટર તેલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page