આજે તારીખ 17 ઓક્ટોબર 2021 ના રોજ લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રુદણ મરતોલી દર્શનાર્થે પગપાળા સંઘ રવાના થયો હતો જેઓને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેઓ 52 ગજ ની ધજા લઇ ને રવાના થયા હતા.લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રૂદણ,મરતોલી માતાજી ના દર્શન માટે ભક્તો રથ લઈને પગપાળા જવા નીકળ્યા હતા. આજરોજ સવારે પ્રસ્થાન થયું હતું. માતાજીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલકુમારી વાઘેલાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ,એપીએમસી ના ચેરમેન ભરતભાઈ, રમેશભાઈ, મેહુલભાઈ ગારી, સહીત સરપંચ ઉપસરપંચ જિલ્લા તાલુકા ના સભ્યો તથા ગ્રામજનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પગપાળા જનારા ભક્તો બાવન ગજની ધજા લઈને રવાના થયા હતા જેઓ રુદન અને મરતોલી માં માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરશે. પદયાત્રીઓને ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page