આજે તારીખ 16 સપ્ટેમ્બર 2021 ના રોજ નિકોલ અમદાવાદ ના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ ને રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદગી કરવામાં આવતા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ અંબાજી માતાના મંદિર ના પ્રાંગણમાં ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ઉત્સાહ પૂર્વક અને ધામધૂમથી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
પંચાલ સમાજ ના અગ્રણી અને નિકોલ અમદાવાદ ના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ ની રાજ્યકક્ષાના મંત્રી તરીકે વરણી કરાતા ફતેપુરા પંચાલ સમાજે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીને ધારાસભ્ય જગદીશભાઈ પંચાલને રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે