ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આજે તા. ૧૪ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યાથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૩૦ મિનિટનાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જુનાગઢથી યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવા મા આવ્યુ.
આ કાર્યક્રમ મા ફતેપુરા ની શાળાઓ ની બાલિકાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવા મા આવ્યા હતા તથા શાળાઓ ના શિક્ષકો દ્વરા પણ કાર્યક્રમો રજુ કરવા મા આવ્યા હતા.
આ પ્રસંગે ફતેપુરા મામલતદાર TDO તાલુકા સભ્ય સરપંચ તેમજ તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી તેમજ તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી નો સંપુર્ણ સ્ટાફ,કર્મચારી ઓ સહિત મોટી સંખ્યા મા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા