આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારના રોજ ફતેપુરા પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા દિવસ નિમિત્તે પુજન અર્ચન કરવામાં આવ્યું. તેમજ ઓજાર પૂજન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે ફતેપુરા પંચાલ સમાજના સૌ આગેવાનો તેમજ મહિલાઓ દ્વારા ભુરીબા પાર્ટી પ્લોટ પરીસરમાં પૂજા આરતી કરી ઓજાર પૂજન કરવામાં આવ્યુ. જેમાં પંચાલ સમાજ દ્વારા સમાજને આગળ લાવવા માટે એકતા રાખી સમાજના સૌ આગેવાનો તેમજ સમાજ જનો એ સંગઠિત થઈને સમાજને આગળ લાવવા માટે તેમજ સમાજની પ્રગતિ માટે બધાએ સંગઠિત થઈને કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને પ્રતીજ્ઞા લેવામાં આવી હતી
આ પ્રસંગે ફતેપુરા પંચાલ સમાજ ના પંકજભાઈ પંચાલ નુ સમાજના આગેવાનોએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું