Fri. Sep 20th, 2024

Facebook અને Instagram ના યુઝર્સ હવે કરી શકશે મોટી કમાણી, જાણો શું છે ખાસ

નવી દિલ્હી: Facebook યુઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે તમે પણ તમારી આવડત દ્વારા પૈસા કમાણી કરી શકો છો. ફેસબુકે કહ્યું કે, Instagram યુઝર્સ કંપનીઓની સાથે પાર્ટનર્શિપ કરી પૈસા કમાણી શકશે. આમાં ક્રિએટર્સ અને ઈન્ફ્લૂએન્સર્સનો રિવોર્ડ પણ આપવામાં આવશે.

Facebook એ કહી આ વાત

Facebook એ કહ્યું છે, આજે અમે ક્રિએટર્સની મદદ માટે એક નવી રીતની જાહેરાત કરી રહ્યા છીએ. આ સાથે તેઓ અમારા પ્લેટફોર્મ પર તેમની પર્સનલ બ્રાન્ડ બનાવી શકે છે. આજથી પસંદ કરેલા ક્રિએટર્સ બ્રાન્ડ્સના પ્રોડક્ટસ ટેક કરી શકશે અને પોતાના પ્રોડક્ટ માટે શોપ ટૂલ પસંદ કરી શકશે.

આ રીતે મળશે કમિશન

ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ તેમના પ્રોડક્ટ્સ તેમના ફોલોઅર્સની સાથે શેર કરી શકશે. શેર કરવા ઉપર તેમને કમિશન મળશે. ઉદાહરણ તરીકે, કોઈ ક્રિએટર કોઈ કંપનીની સાથે પાર્ટનર્શિપ કરી તેના પ્રોડક્ટ્સ શેર કરે છે. અથવા ઈન્ડોર્સ કરે છે તો એવામાં તે પોસ્ટથી જેટલી આવક થઈ તેનો ભાગ રિવોર્ડ તરીકે પણ આપવામાં આવશે.

સ્ટાર ચેલેન્જથી કમાણી કરો

ફેસબુકના ક્રિએટર્સ પણ સ્ટાર ચેલેન્જનો ઉપયોગ કરી એવોર્ડ મેળવી શકે છે. ફેસબુકે સ્ટાર્સ ચેલેજ (Star Challenges) લોન્ચ કર્યું છે.

અમેરિકામાં થશે ટેસ્ટિંગ

કંપનીના જણાવ્યા અનુસાર ઈન્સ્ટાગ્રામ આ એફિલિએટને હાલ અમેરિકાના લિમિટેડ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સની સાથે ટેસ્ટ કરવામાં આવશે. કેટલીક બ્રાન્ડ્સ સાથે કરાર પણ કરવામાં આવશે. આગળ જઈને તેને બીજા દેશોમાં પણ શરૂ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights