Fri. Oct 4th, 2024

INS વિક્રમાદિત્ય યુદ્ધ જહાજમાં આગ લાગી, સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી

યુદ્ધ જહાજ ઉપર લાગેલી આગ વિશે જહાજમાં ફરજ પર રહેલા અધિકારીઓએ માહિતી આપી હતી. ફરજ દરમિયાન એક સ્ટાફે ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે પછી તરત જ અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી. જે ભાગમાં આગ લાગી હતી તે ભાગમાં ખલાસીઓ (સૈનિકો) ના આવાસ છે.

આગ લાગ્યા બાદ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું છે કે “આગ કાબૂમાં લેવામાં આવી છે અને જહાજમાં સવાર તમામ કર્મચારી સુરક્ષિત છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફરજ પરના જવાનોએ યુદ્ધ જહાજમાંથી ધુમાડો નીકળતો જોયો હતો.

આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી. આગની ઘટના બાદ નેવીએ તપાસના આદેશ આપ્યા છે. જે સમયે યુદ્ધ જહાજને આગ લાગી હતી તે સમયે આઈએનએસ વિક્રમાદિત્ય કર્ણાટકના કરવાર હાર્વર પાસે ઉભું.

નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, જહાજમાં આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવા માટે હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઘટના બાદ વહાણમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી.

આગ લાગ્યા બાદ થોડા સમયમાં તેને કાબુમાં લેવામાં આવી હતી. માહિતી અનુસાર મોટું નુકશાન નથી થયું તેવા સમાચાર આવ્યા હતા, તેમજ આ યુદ્ધ જહાજના તમામ સભ્યો સલામત હોવાના અહેવાલ છે.

 

 

Related Post

Verified by MonsterInsights