Fri. Oct 4th, 2024

MLAએ પૂર પીડિતોને જમીન પર બેસાડીને પડાવ્યા ફોટા, વિપક્ષે કર્યા સવાલ

ભારે વરસાદને કારણે આ વખતે દેશના અનેક ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સરયુ નદીની આસપાસ સ્થિત ઘણા બધા એવા ગામ છે જે પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. આ માહોલ વચ્ચે પીડિતોને આપવામાં આવી રહેલી રાહત સામગ્રીને લઈને પણ વિવાદ ઊભો થયો છે. પૂર પીડિતોને સરકાર તરફથી જે રાહત સામગ્રી આપવામાં આવી છે.એના પર વડપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના ફોટા પ્રકાશિત છે. ત્યાર બાદ વિપક્ષે આ વિષય પર સરકારી સામગ્રી પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસવીર પર પ્રશ્નો ઊઠાવ્યા છે.

એટલું જ નહીં આ રાહત સામગ્રીના પેકેટના કલરને લઈને પણ મોટો વિવાદ થયો છે. કારણ કે, એનો રંગ પણ ભગવો રાખવામાં આવ્યો છે. જે સત્તા પર રહેલી પાર્ટી ભાજપના ઝંડાને મળતો આવે છે. આ સિવાય એક વિવાદ ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થીને લઈને પણ છે. જેનો એક વીડિયો સામે આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પૂર પીડિતોને રાહત સામગ્રી આપવા માટે જમીન પર બેસાડીને કહી રહ્યા છે. પછી એની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તેઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ધારાસભ્ય શરદ અવસ્થીનો જે વીડિયો વાયરલ થયો છે. એમાં પૂર પીડિતને રાહત સામગ્રી સાથે જમીન પર બેસવાનું કહેવામાં આવ્યું છે.

 

 

આ વીડિયોમાં શરદ અવસ્થી એ લોકોને જમીન પર બેસાડીને કહી રહ્યા છે કે, માથું ઊંચુ કરો, સામે જુઓ પછી ફોટા પડાવ્યા બાદ કહે છે કે, હવે બધુ ઠીક છે. શરદ અવસ્થી રામનગરમાંથી ધારાસભ્ય છે. સરયુ નદીમાં પૂરને કારણે ત્રણ તાલુકાના ઘણા બધા ગામમાં પાણી ભરાઈ ગયુ હતું. જેના કારણે લોકોને ખાદ્ય સામગ્રી માટે પણ મુશ્કેલી વેઠવી પડી હતી. રસ્તાનું ધોવાણ થવાને કારણે આવન-જાવન પણ થતું ન હતું. રામનગરના SDM રાજીવ શુક્લાએ જણાવ્યું કે, ઘણા એવા ગામ છે જે પૂર પીડિત છે. તંત્ર તરફથી રાહત સામગ્રીનું વિતરણ કરાયું છે. આ મામલે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભાજપની પ્રસિદ્ધિ અંગે અનેક પ્રકારની વાત થઈ રહી છે.

Related Post

Verified by MonsterInsights