OMG : લોકોને કુતરા, બિલાડી પાળવાનો ભારે શોખ હોય છે. ચીનના લીયૂને સાપ પાળવાનો શોખ ભારે પડ્યો હતો. તેમની સાથે એક એવો અક્સ્માત થયો તે સાંભળી તમારા પણ રુવાડા ઉભા થઈ જશે.
જે રીતે દુનિયામાં કૈટ લવર્સ છે. તેવી જ રીતે સાપ લવર્સ પણ છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમનો શોખ ખતરનાક સાપ પાળવાનો છે. ચીનના એક વ્યક્તિનો સાપ પ્રત્યેનો પ્રેમ તેમનો જીવ પણ લઈ શકતો હતો.લીયૂએ ને સાપ પાળવાની ઈચ્છા થતાં તેમણે ઓનલાઈન સાપની ખરીદી કરી હતી. જ્યારે તેમનો ઓર્ડર ઘરે આવ્યો તો ત્યારે ખબર પડી કે,ઓર્ડરમાં તો કોબરા છે અને તે પણ ઝેરીલો છે.
આ ઘટના ચીનના નૉર્થઈસ્ટની છે. લીયૂએ એક મીટર લાંબા સાપની ખરીદી કરી હતી. જેમાં તેમણે ઝેર વગરના સાપનો ઓર્ડર કર્યો હતો. ત્યારે દુકાનદારે કહ્યું કે, તે ઝેર કાઢીને કોબરા વેચે છે જેથી કોઈને નુકસાન ન પહોંચે.
લીયુને ભુલથી ઝેરીલા સાપનો ઓર્ડર મળ્યો હતો. એક દીવસ લીયૂ સુઈ રહ્યો હતો. તે દરમિયાન કોબરા એ લીયૂને ડંખ મારતા લીયૂને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોનું કહેવું હતુ કે જે કોબરાએ ડંખ માર્યો છે તે ઝેરીલો હતો. ડોક્ટરે યોગ્ય સારવાર આપ્યા બાદ લીયૂની તબિયતમાં સુધારો આવ્યો હતો. ડૉક્ટરોનું કહેવું હતુ કે, કોબરાનું ઝેર ઝેરીલું હતુ. જો થોડા સમય પણ લીયૂને દવાખાનામાં લાવવામાં મોડું કર્યુ હોત તો લીયૂનો પગ પણ કાપવાની જરુર પડત.
સમગ્ર ધટના લીયૂએ દુકાનદારને કરી હતી તો દુકાનદારે કહ્યું કે, ભૂલથી તેમણે ઝેરીલા કોબરા ને મોકલી આપ્યો હતો. દુકાનદારે લીયૂ પાસે માફી પણ માંગી હતી.