Sun. Oct 13th, 2024

Pan Card માં રહેલી ભૂલ પડી શકે છે ભારે, આ રીતે ઘરે બેઠા કરો સુધારો

Pan Card એ ભારતના આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજછે.Pan Card ના આધારે આપેલી માહિતીનો વધુ ઉપયોગ થાય છે. જો પાનકાર્ડમાં આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો અથવા જો તમે તેમને સુધારવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો.

Pan Card એ ભારતના આવકવેરા વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજછે. પાન કાર્ડ નાણાં સંબંધિત ઘણા મહત્વપૂર્ણ વ્યવહારોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજતરીકે ઉપયોગમાં લેવાય છે. અનેક કિસ્સામાં આ દસ્તાવેજના આધારે ટ્રાન્ઝેક્શનના નિર્ણય લેવામાં આવે છે. તેવા સમયે તે જરૂરી છે કે તમારા પાનકાર્ડની વિગતો યોગ્ય હોવી જોઇએ. તેમજ જો વિગતો ખોટી હશે તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે છે.

Pan Card માં તમારું નામ, માતાપિતાનું નામ, જન્મ તારીખ, સહી જેવી માહિતી હોય છે. આ સાથે ફોટો ઓળખ કાર્ડ તરીકે પણ ઉપયોગ આવે છે. Pan Card ના આધારે આપેલી માહિતીનો વધુ ઉપયોગ થાય છે. જો પાનકાર્ડમાં આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો અથવા જો તમે તેમને સુધારવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો.

Pan Cardની વિગતો કેવી રીતે સુધારવી

સૌ પ્રથમ ટેક્સ ઇન્ફર્મેશન નેટવર્ક-એનએસડીએલની સાઇટની મુલાકાત લો https://www.tin-nsdl.com/

પછી સેવા(Service) સેકશનમાં PAN પર ક્લિક કરો

PAN પર Apply Online ની મુલાકાત લો

Apply Online માં Change/Correction In Pan Data પર જાઓ અને Apply પર ક્લિક કરો.

આપેલ સૂચનોના આધારે બદલવાની વિગતો ભરો અને સબમિટ કરો

ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ઓળખના પુરાવા જેવા દસ્તાવેજો નવા પૃષ્ઠ પર અપલોડ કરવા પડશે. તેની બાદ તમારો ફોટો અપલોડ કરો અને સાઇન કરો. બધું થઈ ગયા પછી રી-વેરીફિકેશનના ફોર્મની વિગતો જુઓ. તેને ફરી તપાસો અને તમે નાંખેલી બધી માહિતી સાચી છે. તેની બાદ ફી ચૂકવો.

કેટલી ફી ચૂકવવી પડશે ?

જો તમારું સરનામું ભારતનું છે, તો Pan Card કરેક્શન માટે 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. જ્યારે જે લોકોનું સરનામું ભારતની બહારનું છે, તેઓએ 1011 રૂપિયા ફી ચૂકવવી પડશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવા ચુકવણી માટે વિવિધ વિકલ્પો છે. ચુકવણી પછી રસીદની એક પ્રિંટ આઉટ લેવી હિતાવહ છે.

 

Related Post

Verified by MonsterInsights