ટેકનોલોજી ક્ષેત્રની વિશાળ કંપની સેમસંગે મંગળવારે કહ્યું હતું કે, તે દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇને મજબૂત બનાવવા માટે 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડશે. સેમસંગે એક નિવેદનમાં કહ્યું છે કે, તે કેન્દ્ર સહિત ઉત્તર પ્રદેશ અને તમિળનાડુની સરકારને ત્રણ મિલિયન ડોલરની સહાય કરશે.
તે વીસ લાખ ડોલર તબીબી પુરવઠો પણ આપશે, જેમાં 100 Oxygen consentrators, ત્રણ હજાર oxygen સિલિન્ડર અને દસ લાખ એલડીએસ સિરીંજનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, એલ.ડી.એસ. સિરીંજનો ઉપયોગ ઈન્જેક્શનમાં લગાડવાની દવાના બગાડને ઓછું કરવા માટે થાય છે. સેમસંગે પણ આ સિરીંજના ઉત્પાદકને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરી છે.
તે જ સમયે, Paytm કહ્યું છે કે, તે 12 થી 13 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. ભારત સરકારને કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરશે. પેટીએમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારો અને હોસ્પિટલો સાથે વાતચીત કરી રહી છે. પેટીએમ ઑક્સીજન પ્લાન્ટ લગાવવા માટે રાજ્ય સરકારો અને હોસ્પિટલો સાથે વાટાઘાટો કરી રહી છે. આ પ્લાન્ટસ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા સરકારી હોસ્પિટલોમાં લગાડવામાં આવશે.
પેટીએમ આ સિવાય મે મહિનાના વચગાળામાં 21000 થી વધુ ઑક્સીજન કોન્સંટ્રેટર સરકારી હોસ્પિટલો, કોરોના સેન્ટર, પ્રાઈવેટ હોપિટલોને મોકલશે. જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરને લઈને રાજયોની તમામ હોસ્પિટલોમાં ઑક્સીજન બેડ અને મેડિકલ ઑક્સીજનની ભારે અછત છે. ઑક્સીજનની કમીને કારણે કેટલાય વિસ્તારોમાં કોરોના સંક્રમિતો મૃત્યુ પામ્યા છે. આ તમામાં વસ્તુ ધ્યાને આવતા સેમસંગ અને પેટીએમે મદદની ઘોષણા કરી હતી.