AHMEDABAD : રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાત સહીત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે 3 સપ્ટેમ્બરથી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
આગામી 7 તારીખે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. રાજ્ય પર સર્જાયેલા સરક્યુલેશનના કારણે 7 સપ્ટેમ્બરથી નોંધપાત્ર વરસાદ પડશે. હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસેલા વરસાદને પગલે વરસાદની ઘટ 8 ટકા ઓછી થઈ છે, હજી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે.