Rashifal 04 June 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને શુક્રવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર

0 minutes, 2 seconds Read

મેષ : યોજનાઓને પાર પાડવા માટે ખર્ચ જણાશે પરંતુ યોગ પરિણામ પણ મેળવી શકશો. ઘરમાં નાના મહેમાનના આગમનના શુહ સમાચાર પણ મળી શકે છે. પરિવારિક વાતાવરણ સામાન્ય બની રહે. ઘરના વડીલોના આશીર્વાદ મળે. શરદી ઉધરસ જણાય તો તુરંત ઈલાજ કરવો.

વૃષભ : કોઈ નવી યોજના બનશે અને યોગ્ય પરિણામ પણ મળશે. તમારા વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને કારણે સમાજમાં પ્રતિષ્ઠા વધે. પરિવારિક મન દુખ હોય તો દૂર થશે. માતા પિતા તેમજ વડીલોના સમ્માનમાં કોઈ કમી ન આવવા દો. યુવા વર્ગ પોતાના લક્ષ્યથી ન ભટકે. મનોરંજન તથા મિડયા ક્ષેત્રે જોડેલા લોકો માટે દિવસ સારો રહેશે. કોઈ લાભ મળી શકે.

મિથુન : રોકાયેલા નાણાં પરત મળી શકે. આર્થિક રીતે કોઈ મોટો ફાયદો મળે. વ્યવસાયમાં અચાનક જ નફો દેખાય. વ્યક્તિત્વ નિખારવા માટે યોગ અને વ્યાયામનો સહારો લેવો. સમયા સાથે પોતાના સ્વભાવમાં પણ બદલાવ જરૂરી છે. નજીકના વ્યક્તિ સાથે મત ભેદ થાય પણ યોગ્ય વાત ચિતથી સમાધાન લાવી શકાશે.

કર્ક : મનોરંજન અથવા તો મનપસંદ પ્રવૃતિઓથી આનંદ મળે. ઘરના વડીલો/માતા-પિતાની સલાહને નકારવી નુકસાનકારક સાબિત થશે. નવું વાહન કે મિલકતની ખરીદ વિશે યોજના બનાવી શકો. પરિવારિક સબંધો સારા રહેશે. ગોઠણના દુખવાની ફરીયાદ રહે. આ સમયે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થય પર વિશેષ ધ્યાન આપે.

સિંહ : દિવસની શરૂઆતમાં થોડી તકલીફો જણાય. પરંતુ તમારી આવડતના લીધે ધરેલા કામ સમપાન કરી શકશો. ગુસ્સો અને સાવભાવ પર નિયંત્રણ રાખવું. કોઈ સાથે વાદ-વિવાદમાં મ ઊતરવું. જેમ જેમ દિવસ પસાર થાય સ્થિતિ સામાન્ય થતી જણાય.

કન્યા : આપના શુભચિંતકની સલાહ અને માર્ગદર્શનથી સફળતા નજીક પહોચવામાં સરળતા થશે. તમારી ભાવનાઓનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકશે. બાળકો સાથે સમય પસાર કરીને તણાવ દૂર કરી શકશો. નોકરી ધંધાની જગ્યાએ ચાલતી સ્પર્ધામાં જીત તમારી જ હશે માટે ગભરશો નહીં અને પરિશ્રમ ચાલુ જ રાખશો. પ્રેમીઓને લગ્ન માટે ઘરમાંથી સ્વીકૃતિ મળી શકે.

તુલા : તમારા કાર્યમાં સદાય સમર્પિત રહેવું આપને સદાય માટે સફળતા તરફ લઈ જશે. કોઈ શુભચિંતકના આશીર્વાદ અને માર્ગ દર્શન પણ મળશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર મિત્રો સાથે આનંદ કરવા માટે સમય મળી રહે. પતિ-પત્ની વચ્ચેના સબંધો સુમેળ ભર્યા રહે.

વૃશ્ચિક : કેટલાક વિશેષ લોકો સાથે આજે નવા સંપર્ક સ્થાપિત કરી શકશો, જે આપને આપના ધંધા રોજગારમાં ઘણા કામ આવી શકશે. આપની નજીકની વ્યક્તિ સાથે કોઈ એક ખાસ વિષય પર ચર્ચા થવાની છે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન પણ થાય. પ્રેમ સબંધોમાં વધુ નિકટતા આવશે. કામની વ્યસ્તતા વચ્ચે થોડો સમય આરામનો જરૂર કાઢવો.

ધન : આજે તમારા વ્યક્તિત્વને લઈને કોઈ સકારાત્મક વાત બહાર આવશે અને તમારા વખાણ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. ઘરના રિનોવેશન અથવા તેને સબંધી કોઈ બાબત ચાલતી હોય તો ખર્ચો વધશે. ધંધા રોજગારમાં હરીફોમાં જીત નિશ્ચિત મેળવશો. ઘરના મોટા વડીલોના આશીર્વાદ મળે.

મકર : જૂની કોઈ જમીન/મિલકત લઈને સમસ્યા હોય તો તેનો આજે નિકાલ આવે. કોર્ટ કચેરીના રોકાયેલા કામ થાય. નજીકના વણસેલા સબંધો સુધરશે. નજીકની કોઈ વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય. ભાગીદારીમાં કોઈ નવું સાહસ અગર કરવા જય રહ્યા છો તો ઘણી સાવચેતી રાખવી. સ્વાસ્થયને લઈને ઉતાર ચઢાવ જોવા મળે પરંતુ ઘર ગુથ્થું ઉપચારથી કામ ચાલી જશે.

કુંભ : તમામ પરિસ્થિતિઓ તમને અનુકૂળ છે. માટે તકનો લાભ લઈને રોકાયેલા કામ તરફ ધ્યાન દોરો, સફળતા અવશ્ય મળશે. વિધ્યાર્થીઓ માટે ખોટો ટાઈમ પાસ કરવો નુકસાનકારક સાબિત થશે. શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હમણાં થોભી જશો. વિજાતીય આકર્ષણ થશે. નવા મિત્રો બનશે.

મીન : મીડિયા તથા ઇન્ટરનેટના મધ્યમથી કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. તેના પર ધ્યાન આપવું આપના માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી-ધંધા પર આપની કાર્યપ્રણાલીના વખાણ થશે. પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાઓને લઈને તકરાર થાય. હાલના વાતાવરણ પ્રમાણે સ્વાસ્થયનું ધ્યાન રાખવું.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights