Surat : સચીન જીઆઇડીસી વિસ્તારમાં જો તમે સાયકલ લઇને જઇ રહ્યા તો તો સાવધાન રહેજો નહી, તો પોલીસ તમને પણ મેમો ફટકારી શકે છે

0 minutes, 0 seconds Read

સચીન જીઆઇડીસી વિસ્તારમાં જો તમે સાયકલ લઇને જઇ રહ્યા તો તો સાવધાન રહેજો નહી તો પોલીસ તમને પણ મેમો ફટકારી શકે છે. જી હા સુરતમાં રોંગસાઇડ સાયકલ ચલાવવા બદલ રાજબહાદુર યાદવ નામના શખ્સને પોલીસે મેમો ફટકાર્યો છે. સાયકલ ચાલકનો મેમો હાલ તો વાયરલ થઇ રહ્યો છે. સાયકલ ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 184 લગાવવામાં અવી છે. જ્યારે આ કલમ માત્ર એન્જિન હોય તેવા વાહન ચાલકો પર જ લગાડી શકાય.

સચીન જીઆઇડીસી જીઆવ બુડીયા ગામ તરફ જવાના રસ્તા પર આજે ટ્રાફિક પોલીસ દ્વારા 90 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. સાયકલ સવાર આધેડ રાજબહાદુર યાદવને સવારે 09 વાગ્યે આ મેમો આપ્યો હતો. સાયકલ લઇને કોઇ રોંગ સાઇડ જતું હોય તો કલમ 90 હેઠળ કોર્ટનો કે RTO નો મેમો અપાતો હોય છે. જો કે આ ખોટી કલમ હેઠળ મેમો આપવામાં આવ્યો છે.

આ અંગે ટ્રાફિક વિભાગનાં એસીપી એચડી મેડાવાનાં અનુસાર મોટર વ્હીકલ એખ્ટની કલમ લખવામાં આવી તે ખોટી છે. અમે તેમાં સુધારો કરીશું. જો કે સચીન જીઆઇડીસીથી બુડિયા ગામ તરફના રસ્તા પર વાહન ચાલકો ખુબ જ મોટુ જોખમ લઇને ડિવાઇડર ઓળંગતા હોય છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જેની અમે હાઇવે ઓથોરિટીને પણ જાણ કરી છે.ડિવાઇડર પણ લગાવી દીધા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સ્પેશિયલ ટીમ મુકીને રોંગસાઇડ જતા 90 લોકોના મેમો ફાડવામાં આવ્યા છે.

તો બીજી તરફ મહેસાણામાં પોલીસે એડવાન્સ મેમો આપવાનું શરૂ કરી દીધું છે. હાલ જિલ્લામાં એક માસ્કની પાવતી વાયરલ થઇ રહી છે. જેમાં જુલાઇ મહિનાની તારીખની પાવતી ફાડી આપવામાં આવી છે. જો કે જુલાઇ મહિનો હજી શરૂ જ નથી થયો ત્યાં કઇ રીતે મોમો આપી શકાય તે સવાલ ઉઠી રહ્યો છે. મહેસાણા પોલીસ ખોટા મેમો ફાડી રહ્યા હોવાનું પણ લોકોમાં ફરિયાદ ઉઠી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights